નમસ્તે, હું છું
ડૉ. અંકિતા મુલાણી
Rich Thinker
લેખિકા
લોકો મને Rich Thinker તરીકે ઓળખે છે. હું લખું છું, બોલું છું અને દરેક વાતમાં A+ શોધવાની આદત પાડું છું.
- 261K+Instagram
- 104K+Facebook
- 2+પુસ્તકો

મારો પરિચય
દરેક વાતમાં A+ જોવાની આદત
મારું બાળપણ સુરત અને અમરેલી વચ્ચે વીત્યું. ભણવા માટે બીજાના ઘરે રહેવું પડ્યું, એટલે જવાબદારી શું કહેવાય એ બહુ વહેલું સમજાઈ ગયું. BBA અને MBA (ફાઇનાન્સ) પછી કોમર્સના વિદ્યાર્થીઓને ભણાવ્યા, પછી એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું. આ બધા વચ્ચે એક વસ્તુ ક્યારેય ન છૂટી, અને એ હતી રોજનું લખવાનું.
પ્રેમ, લાગણી, પરિવાર, તહેવાર, પ્રકૃતિ કે પ્રેરણા, વિષય કોઈ પણ હોય, હું એને હકારાત્મક નજરે જોવાનો પ્રયત્ન કરું છું. એટલે જ મારી દરેક રચના નીચે એક નાનું નિશાન હોય છે: A+.
મારાં પુસ્તકો
શબ્દોમાં સચવાયેલી જિંદગી
અમીર બનવું હોય તો પહેલાં વિચારથી અમીર બનો. ખિસ્સું તો પછી આપોઆપ ભરાશે.
પરિસ્થિતિ બદલાય એની રાહ ન જુઓ. નજર બદલો, પરિસ્થિતિ પાછળ પાછળ આવશે.
ઘર ઈંટોથી નહીં, એકબીજાને સમજવાથી બને છે.
જે દિવસે બીજાની જીતમાં તમને ખુશી મળવા લાગે, એ દિવસે તમે સાચા અર્થમાં જીતી ગયા.
પ્રેમ એટલે અઘરા રસ્તે પણ હાથ ન છોડવો.
દરેક નિષ્ફળતા પર A+ લખી દો, કારણ કે એણે તમને કંઈક તો શીખવ્યું જ છે.
મા-બાપ બાળકને જે આપે એ મિલકત છે, અને જે શીખવે એ વારસો.
આજે એક નાનું સારું કામ કરજો. દુનિયા ન બદલાય તો કંઈ નહીં, કોઈનો દિવસ તો જરૂર બદલાશે.
વિડિયો
સાંભળો, સમજો અને જીવનમાં ઉતારો
સફર
સંઘર્ષથી સન્માન સુધી
-
2015 ભણતર
BBA અને MBA (ફાઇનાન્સ) પૂર્ણ, શિક્ષણ કાર્યની શરૂઆત
ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ ભણાવ્યા.
-
2018 પડાવ
સુરતની શાળામાં એકાઉન્ટન્ટ
કામ આંકડા સાથે, પણ મન શબ્દોમાં.
-
2020 પુસ્તક
પહેલી લઘુનવલ પ્રકાશિત
ફેબ્રુઆરી 2020માં પહેલું પુસ્તક વાચકોના હાથમાં પહોંચ્યું.
-
2020 સન્માન
મહિલા ગૌરવ એવોર્ડ
Shri Saurashtra Patel Seva Samaj, Surat
-
2020 સન્માન
બેસ્ટ લિરિક્સ ઓફ ધ યર
Rang channel
તમારા શહેર, શાળા કે સંસ્થામાં સેમિનાર ગોઠવવો છે?
વિદ્યાર્થીઓ, માતા-પિતા અને પરિવારો માટેનાં વક્તવ્યો માટે આજે જ વાત કરો.